My letter to Mr Narendra Modi


માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી,
      અપાર લોકપ્રિયતા મેળવીને 2014ની લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાનપદના સર્વસંમત દાવેદાર બનવા બદલ અભિનંદન ! આપની સાથે હું યે ગુજરાતી છું તેનું મને ગૌરવ છે. પણ આજે મારે ગુજરાતીઓને માટે કાળી ટીલી ગણાતી અંગ્રેજી ભાષા વિશે વાત કરવી છે અને તે પણ શક્ય તેટલા ઓછા શબ્દોમાં.
        1) રાષ્ટ્રીય સ્તરે કોઈપણ ક્ષેત્રમાં કામ કરવું હોય તો અંગ્રેજી પર સામાન્ય કરતાં વિશેષ પકડ હોવી અનિવાર્ય છે. જેટલા વધુ ગુજરાતીઓ રાષ્ટ્રીય સ્તરે કામ કરતાં થાય એટલું આપની રાજકીય સફળતા માટે સારું રહેશે. વ્યક્તિગત રીતે મેં તમારો અને ગુજરાતનો પરિચય અનેકોને કરાવ્યો છે પણ તમારે દેશની કાયાપલટ કરવી હશે તો સારું અંગ્રેજી જાણનારા ગુજરાતી બુદ્ધિજીવીઓ,  વેપારીઓ તથા અન્ય વ્યાવસાયિકોની ફોજ ઊભી કરવી પડશે.
      2) ગુજરાતી માધ્યમની શાળા માટે ગુજરાત સરકારે તૈયાર કરેલ અંગ્રેજી વિષયના પુસ્તકોની ગુણવત્તા ખૂબ જ નબળી રહી છે. ગત વર્ષે મેં પુસ્તકનાં પાનેપાનેથી શોધેલી અ..... ભૂલોની યાદી સરકારના વિભાગો અને તજજ્ઞોને મોકલી હતી. આપને પણ એક નકલ અચૂક મળી જ હશે!
      મને જણાવતાં દુ:ખ થાય છે કે આ વર્ષે અમલમાં આવેલા પાઠ્યપુસ્તકો પણ એવી જ ગંભીર ભૂલો લઈને આવ્યા છે. ગુજરાતી બાળકો અને યુવાનો આમાંથી સાચું અને સારું અંગ્રેજી ક્યારેય ના શીખી શકે! આ બાબતે આપે કઈંક નક્કર વિચારવું પડશે. શાળા કક્ષાએથી જ વિશ્વ કક્ષાનું અંગ્રેજી બોલવાની તકોને પ્રોત્સાહિત કરવાની જરૂર છે જે ગુજરાતનાં વેપારવાણિજ્ય માટે ખૂબ લાભદાયી નીવડશે.
      3) રાષ્ટ્રીય ચેનલો પર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં ગુજરાતી શિક્ષણકારો, પત્રકારો, વેપારીઓ વગેરે તુચ્છ ગણવામાં આવે છે, કેમ કે, તેઓ અંગ્રેજી બોલવામાં કાચા હોય છે. ગુજરાતને ધિકકારતા લોકોને જડબાતોડ જવાબ આપવા માટે અંગ્રેજી પત્રકારોની ફોજ ઊભી કરવાની તાતી આવશ્યકતા છે. ગુજરાતની સાચી છબી પ્રવાહી અને ધારદાર અંગ્રેજીમાં રજૂ કરી શકે તેવા ગુજરાતી પત્રકારો કેટલા એ વિચારો તો તમે સ્વયં મૂંઝાઈ જશો. ગુજરાતીઓ કૂવામાના દેડકા ન બની રહે તે જોવાની જરૂર છે.
      4) શાળા અને ઉચ્ચ અભ્યાસમાં ગુજરાતી વિદ્યાર્થીઓનો અંગ્રેજી સાથે બીજો નબળો વિષય રહ્યો છે તે સામાન્ય જ્ઞાનનો. આ બંને વિષયોને શાળાકોલેજ કક્ષાએ વધુ મહત્વ આપવાની જરૂર છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તો જ ગુજરાતીઓ સારો દેખાવ કરી શકશે. નહિતર બીજા રાજયોના લોકો જ ઊંચા હોદ્દા પર પહોંચી જશે અને આપણે ગુજરાતીઓ હાથ ઘસતા રહી જઈશું!
      5) ગુજરાતીઓ વેપાર કરે પણ સંશોધનમાં પાછળ જ રહ્યાં છે. આની પાછળનું એક કારણ પણ નબળું અંગ્રેજી જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય કક્ષાના બધા જ પુસ્તકો ગુજરાતીમાં બહાર ન પાડી શકાય. જેમ કે, નેશનલ જ્યોગ્રાફિક સામાયિક! આનો ઉપાય શું? અન્ય ભાષાઓની સાથે ગુજરાતીઓએ અંગ્રેજી શીખીને તેના પર પ્રભુત્વ મેળવવું તે જ એકમાત્ર.
      6) માફ કરશો અંગ્રેજી શિક્ષણ માટેનો સરકારી પ્રયોગ નિષ્ફળ રહ્યો છે, ભલે આંકડાઓ હકારાત્મક ચિત્ર રજૂ કરતાં હોય. અંગ્રેજી ભાષા બોલવા માટેના ખાસ પ્રોજેકટ માટે વિસ્તૃત સંશોધન જરૂરી છે. હું છેલ્લા 20 વર્ષથી આ ક્ષેત્રે જોડાયેલો છુ. એટલે જ અંગ્રેજીની ઉપયોગિતા અને ગુણવત્તા બાબતે આપને આટલા સૂચનો નિખાલસતા પૂર્વક કર્યા છે.
      આપશ્રી મહોદય કુશળ વહીવટકર્તા અને જ્ઞાતા છો. સરકારના અંગ્રેજી સુધારણા માટેના કોઈપણ પ્રકલ્પમાં મારી જરૂર હોય તો હું મારાથી બનતા પ્રયત્નો કરવા તૈયાર છું.
ભવદીય,
___________________
ડૉ. ધર્મેન્દ્ર શેઠ
(સુરત)
Mobile: +91 9825442418
Dr Dharmendra Sheth
Ex National Vice President
English Language Teachers’ Association of India
Current Editor, Journal of English Language Teaching, India
www.eltai.in
B-503, Vasu Pujya Dreams, Behind TGB Restaurant, L P Savani Road, Surat  Pincode: 394510

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *